#AB ?kunjdeep...
મને ગર્વ છે કે હું સ્ત્રી છું...
કદી ઝુકીશ નહીં
કદી હારીશ નહીં
કોઈ પણ પરિસ્થિતિ માં
પાછળ હું હટીશ નહીં..
બધા જ રુપ મારા મા
અને હું બધા માં
મારા માં દૈવિત્વ સ્વરુપ
હા
હું સ્ત્રી છું...
સુંદરતા ,સમજ અને સંસ્કાર નો સમન્વય મારા માં
એથી જ તો
હું મારી પહેલી પસંદ છું.
કારણ, હા
હું એક સ્ત્રી છું .
ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવી સ્થિતિ નો સામનો
જે કરે
હા
હું એ જ હું સ્ત્રી છું..
ઋષી પરંપરા ને વળગી
આધુનિક જીવન જીવતી
હા,
હું એજ સ્ત્રી છું..
જો હું સીતા બની ને ધરતી માં સમાઉં..!!??
તો,
હું એ જ મહાકાળી છું, હું એજ અંબીકા છું
સમય આવ્યે ખપ્પર ઉપાડતાં ખંચકાઈશ નહીં..
આપું હું વચન પોતાને
કદી હું તૂટીશ નહીં.,
કદી હું ઝૂકીશ નહીં
સર્જનહારી હું છું,
તો,
સમય આવ્યે સંહાર કરતા પણ શરમાઈશ નહીં..
હા,
હું સ્ત્રી છું...
મને ગર્વ છે કે હું સ્ત્રી છું..
કુંજદીપ..
કિંજલ દિપેશ પંડ્યા.
કિલ્લા પારડી.