રાધાએ લીઘું જે નામ તે કાન
મીરાએ ગાયું જે ગાન તે કાન
જળમાં રહીને ના રે ભીંજાયો
સૌનો થઈ ને સૌ માં સમાયો
બધાનું જીત્યું જે વ્હાલ તે કાન
રાધાએ.... 0
સુદામા કાજે ઉઘાડ પગે દોડ્યો
અર્જુનનાં કાજે રથ ને જોડ્યો
બેઉએ નીભાવ્યા જે કામ તે કાન
રાધાએ.... 0
વાંસળીના માંહી સુરને રેલાવ્યા
કુરુક્ષેત્રે માર્ગ જ્ઞાનનાં દેખાડ્યા
ટાણે ટાણે ઉભો રહ્યો આમ તે કાન
રાધાએ... 0
નવધા ભક્તિ કોણે રે જાણી
પ્રેમની રાહ તારી લેવી પીછાણી
સઘળા પામું તને આમ હો કાન
રાધાએ.... 0