'વિસામો' વૃદ્ધાશ્રમમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ભ્રૂણહત્યા પર રજૂ કરેલ સંવેદનશીલ નાટક જોઈ સૌ કોઈની આંખ ભીંજાઇ, પણ સામે ઝૂલા પર બેઠેલા યશોમતીબાની માત્ર આંખો જ નહીં, પણ હૈયું પણ મૌન ચિત્કાર પાડી રડી રહ્યું. પુત્રમોહમાં અંધ બની તે દિવસે મેં પણ તે પગલું ના ભર્યું હોત તો આજે હું અહીં વૃદ્ધાશ્રમમાં નહીં, પણ મારી દીકરીના ઘરે....!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)