સાંભળીયે બધાનું...
કરવાનું મન નું...
હા હા તમારી વાત સાવ સાચી...
હું ય એમ જ કરીશ...
પણ કરવાનું મન નું...
યાર આવી સલાહ કોણ આપે...
બંધુ પોતાના જ આપે...
પણ કરવાનું મન નું...
આહા હા કેટલા ડાહ્યા હો...
જે કે એ કરે હો...
લે માન પણ મળી ગયું...
પપ્પાના કહ્યાગરા...
મમ્મીનો પડતો બોલ ઝીલનારા...
પણ કરવાનું મન નું...