આજે તમે જોશો કે કોઇપણ રોડ કે રસ્તાઓ ઉપર તમે લટાર મારશો તો તમને એકથી વધું ભિખારી સ્ત્રીઓ મળી જશે તેમને ભીખ માગવાની કરામત પણ કંઇક જુદી જ હોય છે.
કોઇ કહેશે કે બેટા મારે ગામ જાવું છે ને મારી પાસે સો રુપિયા હતા આ રૂમાલમાં, તે કયાંક પડી ગયા છે તો બેટા દશ વીસ રુપિયાની મદદ કરો તો હું મારે ઘેર બસમાં બેસીને પહોંચી જવું..
તો બીજી કોઇ કહેશે કે બેટા મેં સવારથી કંઇપણ ખાધું નથી તો બેટા દશ વીસ રુપિયા ની મદદ કરોને બાપા ભગવાન તમારુ ભલું કરશે.
આમ આવા જાત જાતના વાક્યો ઉચારીને આખો દિવસ ઘણા જ રુપિયા આ ભિખારી સ્ત્રીઓ બનાવતી હોય છે ને આમ જોઇને આજના યંગ જનરેશન યુવાનો પોતાના પોકેટ મનીમાંથી દશ વીસ કે પચ્ચાસ રુપિયા આપી પણ દેતા હોયછે.
પૈસા આપવા એ કંઇ ખરાબ નથી પણ જુઠ્ઠુ બોલીને પૈસા માગવા એ ખરાબ વસ્તુ છે.
તમને પુરુષ ભિખારી ભાગ્યે જ ભીખ માગતો જોવા મળશે પણ સ્ત્રી ભિખારી ઠેર ઠેર ભીખ માગતી જોવા મળશે...
મા એ મા છે તેથી કોઇ પણ સ્ત્રીમાં આપણે એક માનું શ્વરુપ જોઇએ છીએ માટે આપણે આંખો મીચીને પૈસા આપતા હોયછે ને જો કોઇ પુરુષ ભિખારી કોઇની પાસે ભીખ માગવા જશે તો તે ભાગ્યેજ કોઇ ભીખ આપશે ને જો તે નહી આપે તો પણ પેલા બિચારાને બે શબ્દો પણ સંભળાવી દેશે કે કંઇ કામધંધો કરોને આમ લોકો પાસે ભીખ માગ્યા વગર..!
શા માટે આવો તફાવત છે આવા બંન્ને ભિખારીઓની જાત ઉપર!
કારણકે પેલી એક સ્ત્રી છે માટે આટલું માન સન્માન! ને પેલો એક પુરુષ છે માટે તેનું આવું ઘોર અપમાન!
જીવનરૂપી ગાડી સ્ત્રી ને પુરુષ એક સાથે હોવાથી ચાલે છે કોઇ એકથી જીવન ના કોઇનું ચાલ્યુ છે ને ના કોઇનું કયારેય ચાલશે.. એ કદી ના ભૂલવું નહી...