બાધાયું આકરી કાય કીધી બાપજી, રે એ એ...
ક્યાંય કોક દી બાકી નો રાખ્યું બાપજી...
તારી વાટ રે કાય જોયી...
આંખડી પ્રતીક્ષામાં થકવી, રે બાપજી...
મુખડુ રે જોવા કાય કેટલાય મંદિરીયા ઘૂમી ઈ....
નો દેખાડ આ દી ઓ વ્હાલા...
રાંકડી હું બેઠી ને સિદ તેડે મારાં લાલ ને...
દીકરા કાય કેટલો રે રોક્યો મદિરામાં અંધ કા થાય...
બીમારી કા નોતરી...
ક્યાં જાઈશ હું બાપડી કા નો વિચારી મારી...
સ્વાર્થી પથ રે જાય મનેય કેમ મૂકી મેલી જા...
સંભારણાં તારા કરવા રહ્યા મારે ઓ દીકરા નો જા મેલી...