મારી હર એક ખુશી નું કારણ એટલે "તું"
દુનિયા નો સૌથી વધૂ વિશ્વાસ એટલે "તું"
મન માં આવેલા વાવાજોડા ને શાંત કરનાર "તું"
નાની મોટી મુશ્કેલી ઓ ને ઉકેલનાર "તું"
મારી જીવન ની હર એક ગુંચવણ નો ઉકેલ એટલે "તું"
મારો હર એક જગ્યા નો સાથ એટલે "તું"
મારી સાથે હર એક જગ્યાએ મિત્ર એટલે "તું"
નાની - નાની ખુશી ઓ ને મોટી રીતે ઉજવનાર એટલે "તું"
મારી નાની - મોટી ભૂલો ને સ્વીકારી ને મને માફ કરનાર એટલે "તું"
મારી હર એક હાર ને જીત માં બદલવા માટે કહેનાર એટલે "તું"
મારી હર એક જીદ ને પુરી કરનાર વ્યક્તિ એટલે "તું"
કઇ પણ જીંદગી માં નવું થાય જે સારુ હોય કે ખરાબ પણ સૌથી પહેલા જેમને કહેવા નું મન થાય એ વ્યક્તિ એટલે "તું"
મારાં કઠોર સ્વભાવ ને શાંતિ થી સહન કરનાર વ્યક્તિ એટલે "તું"
દીકરી અને દીકરા વચ્ચે નો ભેદ ના રાખનાર વ્યક્તિ એટલે "તું"
પિતા ના ગયા પછી માતા - પિતા બંને નો પ્રેમ આપનાર વ્યક્તિ એટલે "તું"
અને આ હર એક જગ્યા એ તું એટલે મારી પ્યારી "મમ્મી" તું...