"યાદ છે...પેલા લાકડાના દાદરા પાસે બધા ભેગા બેસતાં... ત્યાં રસોડામાં એક જ થાળમાં સૌ સાથે બેસી ઓળાની મજા માણતા... અને કોડીથી રમવાની પણ અલગ મજા...પેલા..." ઘરડા કમળાબા ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ જઇ સંભારણા વાગોળતા રહ્યા, પણ પાસે સોફા પર હાથમાં રિમોટ લઇ ટી.વી.ની. ચેનલ્સ બદલતો સુમોહન બાની વાતો સાંભળી ના સાંભળી કરી મોં બગાડી બેસી રહ્યો. દીકરાનો આવો ચહેરો જોઇ કમળાબા મૌન બની મનોમન સ્મૃતિ વાગોળતા રહ્યા..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)