? સદા સેવ્યા ગુજરાતી ભાષા ?
બોલું ઈંગ્લીશ કે બોલું જર્મની ભાષા,
સદા હોંઠ ઉચ્ચારે ગુજરાતી ભાષા (જયદેવ પુરોહિત)
કોઈપણ ભાષાના આલ્ફાબેટ બોલો તો પણ એમનું ઉચ્ચારણ તો ગુજરાતીમાં જ થવાનું. " થેંક્યું " બોલવા પણ "થ"નું ઉચ્ચારણ ગુજરાતીમાં જ થવાનું... સ્પેલિંગ લખવામાં ભિન્ન છે. બોલવામાં તો સહારો ગુજરાતીનો જ.
અંતિમ સત્ય એ જ કે...
આપણે ગુજરાતીને ભલે છોડીએ, પરંતુ ગુજરાતી આપણને ક્યારેય છોડતી નથી.
ગુજરાતીને પ્રેમ કરો કયારેય દગો નહિ મળે.
કોઈપણ વ્યક્તિની માતૃભાષા જ એમનું અસ્તિત્વ કે સર્વસ્વ હોય છે.
- જયદેવ પુરોહિત
#વિશ્વમાતૃભાષાદિવસ