✒️✒️✒️✒️ચિત્ર પર થી કવિતા ✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️
શિર્ષક : સાગરતટે મિલન
ક્ષિતિજ પર સૂર્યોદય નો પ્રકાશ રેલાયો
તારાં આગમનનો અણસાર આવ્યો !
સાગરને હૈયે હરખ ન સમાયો.....
ભરતી સંગ એ ઉમંગભેર ઉછળ્યો !
તારી આંખોમાં અઢળક સ્નેહ દેખાયો....
આંસુ બની મારી આંખમાંથી છલકાયો !
તારાં હાથમાં મારો હાથ સોંપાયો....
જીવનભર સાથ રહેવાનો વાયદો કરાયો !
ડો.સેજલ દેસાઈ
સુરત ?
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️