એક પછી એક ઘણાં પ્રોફાઈલ જોયા...દરેક મેટ્રીમોનિયલ સાઈટમાંના પ્રત્યેક પ્રોફાઈલ જોતા નિશ્ચેતન બનેલા મનમાં સંવેદનાઓના કંઈક ઝરણાં ફૂટી નીકળતા, પણ તે દરેક છોકરાના પરિવારની કરિયાવર અને દહેજની મસમોટી માંગ તેના અપાર સૌંદર્યની આડશે દિવાલ બની ઊભી રહેતી..! ચાલીસી વટાવી ચૂકેલી સંધ્યા અરીસામાં સફેદ માથામાં કાળા વાળ શોધવા સાથે ભાગ્યની કાળાશ ભૂલતા ભીની આંખ લૂછી જોબ પર નીકળી..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)