બંધન
જરૂરી છે બંધનો સમાજના સુનિશ્ચિત માળખાં માટે
પણ શું આ જ સમાજ લવ જેહાદ ને નામે
બે પ્રેમીઓના જીવન ટૂંકાવે એ યોગ્ય છે ?
જરૂરી છે સામાજિક બંધનો બાળકો ના વિકાસ માટે
પણ શું આ જ સમાજ ખોટી માન્યતા ને લીધે
દિકરા -દિકરી માં ભેદભાવ રાખે એ યોગ્ય છે ?
જરૂરી છે બંધનો સ્ત્રીની આબરૂ સચવાય એ માટે
પણ શું આ જ બંધનો પરંપરા ને નામે
સ્ત્રીની વ્યક્તિગત અભિવ્યક્તિ પર તરાપ મારે એ યોગ્ય છે ?
ડો.સેજલ દેસાઈ
સુરત