ચાલ ને સમાજ ના બંધન તોડી આપણે
પ્રણય ની હોળી રમીએ તો કેવું રે......
તુ મને પ્રેમ થી રંગે હુ તને રંગું પ્રેમ થી
ચાલ બંધન ને તોડી ને પ્રેમ થી રંગીએ
એકબીજા ને........
આ વસંતઋતુ પણ મજાની છે મારે તો તેને મન ભરી માણી લેવી છે, મને ગુલાબ નું ફુલ ગમે પણ કાંટો નડે તેમ આપણા પ્રેમ માં સમાજ નું બંધન બાધા લાવે ચાલ ને આપણે પ્રેમ ની હોળી રમીએ.....
પ્રેમ ના રંગ થી મારે રંગાવવુ છે મારે પ્રેમ ના ફળ ને ખાવુ પણ આ બંધન મને નડે છે,ચાલ ને આપણે મળી પ્રેમ ની હોળી રમીએ........
હું તો આ બંધન માં બંધાઈ છું મારુ દિલ ને કેમ માનવું તે મારા હાથ માંથી છટકી ને તારે પાસે આવવા માંગે છે, શુ આપણે આ સમાજ નું બંધન તોડી ન શકીએ મારે પ્રેમ રંગ થી રંગાઈ જવું છે, ચાલ ને આપણે મળી પ્રેમ ની હોળી રમી એ........
જેમ નદી સાગર માં બંધનો તોડી ને તેમાં લીન થાય તેમ તુ ને હું ન થઈ શકીએ બંધનો તોડી ને ચાલ ને આપણે મળી પ્રેમ ની હોળી રમી એ........
"એક શબ્દ"
શૈમી ઓઝા.......