જમ્મુ કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં આપણા પિસ્તાલીસ જવાનો શહીદ થયા જાણીને આપણને ઘણું દુખ થયું છે ને બધાને જ થાય તે સ્વાભાવિક છે ને તેમના પરિવારોને પણ ઘણું જ દુખ થાય તે પણ આપણે સમજી શકીએ છીએ
ને હવે તો ચોફેરથી દાન પેટે લાખ્ખોની રકમ તેમના પરિવારો મળવાની છે ફિલ્મી કલાકારો પણ ઉદાર દિલે ફાળો આપી રહ્યા છે કેન્દ્ર સરકાર પણ આપશે ગુજરાત સરકાર પણ આપશે તેમજ અન્ય રાજયોની સરકારો પણ આપશે.
પરિવારે પોતાનું એક સભ્ય દેશ માટે ગુમાવ્યું પણ તે એક સભ્ય ઓછું થવાની સાથે સાથે તેના પરિવારને પૈસાથી રેલમછેલ પણ તે કરતું ગયુંછે
એટલા બધા પૈસા તેમને મળશે કે તેમની ઘણી પેઢીઓ આરામથી જીવન જીવી શકશે..
જે રકમ તેમને મળવાની છે કે મળી રહી છે તે લાખ્ખોના હિસાબે હશે!
આપ આગળ સમજી શકો છો કે તેમના પરિવારમાં કે જે આ હુમલામાં કોઇપણ શહિદ થયો છે તે તો તેઓ થોડાક સમયમાં ભુલી જશે...
આપણા જ ઘરમાં કોઇ વ્યકતીનું મરણ થાય તો આપણે પણ તેને છ મહિના કે વર્ષ સુધી યાદ કરતા હોઇએ છીએ પછી આપણે જ ભુલી જતા હોઇએ છીએ.
સમય ને પૈસો ખરેખરા માણસને બધું જ ભુલાવી દેતો હોયછે.
પછી કોઇ લાંબો સમય તેને યાદ કરતું નથી કે કોણ બાપ કે છોકરો કે કોણ ભાઇ કે પતિ!
આજે પૈસો જ પરમેશ્વર છે
ને પૈસો જ સર્વ છે.