"હંમેશા તમારી સાથે મન, વચન અને કર્મથી જીવનના સુખ દુઃખમાં સાથ આપીશ. આ સપ્તપદીનું વચન એમ જ થોડું લીધું હતું." -- સાતેક કલાકના ઓપરેશન પછી ભાનમાં આવતાની સાથે જ નવવધુ સૃષ્ટિએ મનોમન વિચાર્યું, જ્યારે ડૉકટરે તેને જણાવ્યું કે તેના પતિ સુમોહનનાં શરીરમાં તેની એક કિડનીનું સફળ પ્રત્યાર્પણ થઈ શક્યું.!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)