ફિલ્મ રિવ્યૂ ૧૦૦ શબ્દોમાં
ફિલ્મ - ગલી બોય
જયારે શબ્દોને જિંદગી મળે છે ત્યારે એ ગલી બોય બને છે.
મુંબઈની ધારાવીમાં, એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલો મુરાદ (રણબીર સિંઘ) કેવી રીતે પોતાના રેપર બનવાનાં સપનાને કોઈપણ પરિસ્થિતિમાં છોડતો નથી અને એ સપનાને પૂરૂ કરે છે. આટલી સરળ સ્ટોરીને ( #reemakagti ) કોઈપણ પ્રકારના નોનસેન્સ ડાયલોગ, કારણ વગરના વાહિયાત આઈટમ ગીતો વગર અને જરૂરી એવા ઘણા બધા સંવેનદનશીલ વિષયોને એક ડાયલોગ અથવા એક સીનમાં ( ગીતમાં ) જ સમજાઈ દેતી મુવી એટલે #ranvirsingh ની ઉત્તમ અભિનયવાળી અને #zoyaakhtar ની ખુબ બારીકાઇથી ડિરેક્ટ કરેલી #gullyboy .
છોકરીઓને એમની મરજીથી ઝીંદગી જીવવાથી લઈને મુસ્લિમ સમાજમાં એક કરતા વધારે પત્નીઓ રાખવાથી થતી મુશ્કેલીઓ હોય કે પછી કલાકારની જાત માત્ર કલાકારની હોય છે પછી એ નીચી જાતનો હોય કે ઉપરની જાતિનો કોઈજ ફર્ક ન પડતો
હોવાથી લઈને અમીર ગરીબ વચ્ચેનું અંતર હોય.
#jayoza નું કેમેરા વર્ક, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક, #vijaymaurya ના ડાયલોગ્સ અને સહકલાકારોનો અભિનય ખાસ કરીને #aliabhatt અને #siddhantchaturvedi , મૂવીને એક અલગ લેવલે લઇ જાય છે.
જેટલી વાર આ મુવી જોઈએ એટલી વાર ઝીંદગી પ્રત્યે કશુક નવું જાણવા મળે અને કદાચ આનેજ રીયલ સિનેમા કહેવાતું હશે જે એન્ટરટેઈનની સાથે સાથે ઘણું શીખવી જાય અને ઘણા બધા વિષયો ઉપર વિચારતા કરી મૂકે.
બધાજ એજ ગ્રુપને ન ગમનારી, રેસ થ્રિ જેવી ખુબજ ખરાબ ફિલ્મથી અનેક ધણી ઉત્તમ અને એનાથી અડઘી પણ કમાણી નહિ કરી શકે એવી ગલી બોયને મારા તરફથી ૪ સપનાઓ.
#filmreviewin100words #filmreviewofgullyboy #gullyboy