માં ભૌમ સંગ ના કદિ બગાવત કરે
સૈનિકની શહાદત એળે ના જાય,
ઝખ્મ સો ઝીલ્યા એના પાલનહારે
શહીદની શહાદત એળે ના જાય,
દેશની સુરક્ષા કાજ લહૂ એ વહાવે
વીર નરબંકાની શહાદત એળે ના જાય,
સામી છાતીએ લડે દૂશ્મનને હંફાવે
દેશ ભક્તોની શહાદત એળા ના જાય,
તિરંગામા લપેટીને આવે લાશે જે
નિડર લાલની શહાદત એળે ના જાય.
- નિમુ ચૌહાણ..સાંજ