Valentine's Day no sacho arth ???❤❤❤
મારી હું તને જ ઝંખું મારી યાદો માં ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો......
હુ તને મળેવવા નહીં પણ તુ મળ્યા પછી તારો ઉછેર એક ફુલ ની જેમ કરુ ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો.......
હુ તારી સારા ખોટા પળ માં હુ તારી ઢાલ બની ને
રહું,ને તને સહાય કરું ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો ......
હુ તારા દિલ માં મારુ દિલ માં મેળવી ને જીંદગી
માં મીઠાસ રેડું ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો......
તારી સાથે મને દરેક કસોટી માં હુ ખુશી ખુશી થી
આપું અને તેમાં ઉરી ઉતરું તો મારો વેલેન્ટાઇન ડે સાચો.........
હુ તને મન તન થી ચાહી શકું અને હુ તારી જ અનુભવ કરું,નહીં કે તારા પૉલિસી વાળા શબ્દ ની
તે સમજ મારા માં આવી જાય ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો.......
આપણે એકબીજા ને કોઈ સ્વાર્થ વગર ચાહી શકીએ,ઘરડા થઇ શકીએ ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો........
હુ કોઈ પણ સ્વાર્થ વગર તને પ્રેમ કરું, અને જીવન ની દરેક પળ માં હું તારુ સ્મિત જોઇ ને ઝેર પણ પી જાવ ખુશી થી ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો.....
હું તને પ્રેમ કરું અને તુ જેને ચાહે તેને પણ મારી ખુશી નો એક ભાગ માનું ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો.........
હુ વચનો ના દિવસે આપેલા વચનો ને સાચી રીતે નિભાવુ અને તારી સાથે રહુ મારે તાર પાસે કંઈ નથી લેવું ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો.......
હુ મારા જીંદગી માં આપણા સંબંધ માં એક દિવસ જ નહીં આખી જીંદગી સંબંધો માં ચોકલેટ રેડી ને મીઠા બનાવતા શીખી જઉં ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો.........
હુ માત્ર ટેડીબિયર ડે પુરતું નહીં પણ આખી જીંદગી તારી કિંમત સમજી તને ટેડીબિયર ની જેમ સાચવું ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો.........
તને મારી જરૂર હોય ને હું તારી હિંમત બનું ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો.......
હુ તારો પહેલો પ્રેમ નહીં પણ તારો છેલ્લો પ્રેમ બની તારી સાથે જીવન ની સફર હસતાં હસતાં કરી જાવું મારા પ્રિય ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો......
હું તારા થી અપાતી લોભામણી જાહેરાત નહીં પણ તારી હકીકત ને અપનાવા ની આદત પાડી દઉં ખુશી થી ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો.........
હુ તને માત્ર એક દિવસ નહીં આખી જીંદગી તને પ્રેમ ની અનુભુતી કરવાતા શીખી જાઉં ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો..........
હું કિસ ડે પુરતી જ નહીં, આખી જીંદગી તને પ્રેમ થી ચુમતી હોવ ત્યારે મારો વેલેન્ટાઇન ડે સાચો......
તને યાદ કરી ને હું ઊંધ માં પણ હસી શકું, અને સવાર માં સુર્ય ના પહેલાં તારુ મોં જોઈ ને ઉઠું ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો........
તુ સુતુ હોય ને તને નાના બચ્ચાં ની જેમ તને સંભાળતા શીખી જઉં ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો........
આપણ પ્રેમ ના દાખલા આખી દુનિયા માં અપાય,આપણે ઘર ને જ સ્વર્ગ બનાવીને જીવન ની સફર પુરી કરીએ, ને ભગવાન પણ મોંમા આંગળી રાખે કે આમને અલગ કરું કે નહીં ત્યાં મારો વેલેન્ટાઇન ડે સાચો............
શૈમી ઓઝા "પ્રેમ લબ્સ"??❤