kiss day ??
ચાંદ અને ચકોરી સમી પ્રિત હતી,
ને આપણા યુવાની નાં સપનાં ઓ
સંગેમરમર ના સ્મારકો માં
આપણા પ્રેમ ની સુગંધ હતી
આપણે એકબીજા ચુમવા તો બહુ
અધીરાં હતાં........
ચુમ્મી નો સ્વાદ તો મીઠો હોવાનો સાકર સમો,
સંગેમરમર માં ખાલી આપણે જ હતા, મારા યાર.....
આપણી ચુમી ઓમાં પણ કેટલી ગરમી હતી
મસ્ત યુવાની ની આપણે ગરમી માં પણ ઠરી ગયા........
ખબર છે,કે આપણે વિખુટાં
પડીશુ પણ નજાણે ફરી મળીશું કે નહીં
પણ આ હોઠ તને ચુમવા માટે અધીરા બન્યા છે,
મન પાગલ બન્યું છે, આ દિલ પોતાના પર કાબુ ખોઈ રહ્યું,તુ ભલે દુર હોય તો પણ આ હોઠ તને ચુમવા માટે અધીરા બન્યાં છે ન જાણે કેમ લોકો,મને તારા નામ થી જલાવે છે,.....
હુ તારી પાસે નથી,તો પણ આ દિલ તારી જ તરફ વધી રહ્યું છે, નથી પાંખ છતાં આ તારા પ્રેમ અવકાશ માં ઉડે છે પણ આ હોઠ તને ન જાણે કેમ ચુમવા અધીરા બન્યાં છે........
આપણા પ્રેમ એ સમાજ નો સેતુ તોડ્યો,
દિલ નો તાર જોડયો,ને પ્રેમ ની ઉડાન ભરવાની
મોકળાશ શોધી,તને યાદ કરતા આ હોઠે બેશર્મી કરી ન જાણે કેમ મારા હોઠ તને ચુમવા માટે અધીરા બન્યાં છે..........
હુ તને દુર થી પામુ છું તારા ખ્યાલો માં જ આ દિલ દિવાનુ થઈ ગયું છે આ હોઠ તો ન જાણે કેમ તને ચુમવા માટે અધીરા બન્યા છે........
શૈમી ઓઝા "લબ્સ "❤???????