#AB ?kunjdeep..
જાદુ કી જપ્પી...On Hug Day..
જાદુ કી જપ્પી... આ શબ્દ આપણે મુન્નાભાઈ M.B.B.S.માં સાંભળ્યો જ છે.
મેં મારી જાતને આજે એક પ્રશ્ન પૂછ્યો અને એ જ હું તમને પૂછવા માંગું છું..
આખા દિવસ દરમિયાન નાના મોટા દરેક વ્યક્તિને જે તમારું કામ કરી આપે છે કે તમારું ટિફિન બનાવતી મમ્મી ને કે તમારુ સ્કુટર સાફ કરતાં પપ્પા ને thank u કહી ને આલિંગન આપ્યું છે?? તમારા ઘરે કચરો લેવા આવનાર વ્યક્તિ ને કેમ છો?પૂછયું છે?તમારા ઘરે રસોઈ કરતા બહેન ને પણ એક સ્ત્રી તરીકે કેવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે એ કોઈ દિવસ વિચાર્યું તમે??તમારા ઘરે કામ કરતી કામવાળી બાઈ કેમ કરી ઘર ચલાવે એને પૂછ્યું કદી.??આપણા વોચમેન ને રાતે કેટલી ઠંડી લાગતી હશે એ વિચાર્યું???
તમે કહેશો આપણે આપણું જ વિચારવામાં થી ઉપર નથી આવતા આ લોકો નું કયાં વિચારવાના????
સાચું એકદમ સાચું...કંઈ કરી ન શકીએ..
મેં કશે વાંચેલું કે, "આપણું એક જ આલિંગન સામે વાળી વ્યક્તિ ના આત્મ વિશ્વાસ માં વધારો કરી આપે છે."
નાનું બાળક જયારે કંઈક મુંઝવણ અનુભવે ત્યારે પોતાના માતા પિતા પાસે જઈને વળગી પડે છે.. અને ફરી એ પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે.આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
" આપણ ને આપણો જ અહંકાર નડે છે "આ વાક્ય કડવું છે પણ સત્ય તો છે જ...
આપણ ને કોઈ બોલાવે તો કેવું સારું લાગે..લાગે ને!!??હા કે ના તો કહો સાહેબ.. બસ એમ જ આપણે પણ બીજા ને સારું લાગે એ જ કરવાનું છે.
આપણે દરેક ને આલિંગન ન આપી શકીએ..એ સાચી વાત છે સ્વીકારું પણ છું કારણ આપણી ભારતીય સંસ્કૃતિ માં એક મર્યાદા બતાવવા માં આવી છે..અને હું એની સાથે સહમત પણ છું. તો,.. મેં તો એક રસ્તો કાઢ્યો છે...
" આપણું એક મીઠું સ્મિત મારા માં અને સામેવાળી વ્યક્તિ માં અપાર આનંદ નો સંચાર કરી જાય છે"
કુંજદીપ.
Scientifically પણ સાબિત થયા છે..આલિંગન ના ફાયદાઓ.. તો આપણાથી નાના ને,,,આપણી સરખી ઉંમરના વ્યક્તિને...આપણી વહાલી વ્યક્તિ ને,આલિંગન આપી શકાય એવી બધી જ વ્યક્તિ ને મસ્ત "જાદુ કી જપ્પી "આપો..બાકી આપણું મીઠું સ્મિત તો છે જ.. કોને ખબર એજ વસ્તુ આપણું જીવન બદલી જાય. આપણા માટે તો રોજ જ Hug Day...
"જીવન એક ઉત્સવ છે,જેટલું ઉજવીશું એટલું જ માણીશું
બાકી જીવવા ખાતર જીવી જશું "
કુંજદીપ .
કુંજદીપ....