... એય સાંભળ ને ...
તું... હંમેશા વસે છે મારામાં,
તું... હંમેશા ધબકે છે મારામાં,
... ને તોય ...
તું... પૂછે છે મને કે,
હું... ચાહું છું કે નહીં તને???
શું કહેવું તને!!!
... પણ સાંભળ હવે ...
મારા જીવનથી વધુ કોઈ મહત્વનું હોય,
તો ફક્ત "તું" જ છે!!!
મારા ખુદથી વધુ કોઈ મહત્વનું હોય,
તો ફક્ત "તું" જ છે!!!
તને જ ચાહું છું, એનાં કરતાં,
તને જ જીવું છું એમ કહું તો!!!
તું જ કહે કેવું લાગશે તને???
.... કોમુ ....