"હૈયા નું રુદન"
આજે "અજય" આવવાનો છે!!! આશાએ દાદાજી ને કહ્યુ,
દાદાજીએ,ગળગળા થઈ ને હકાર મા માથું હલાવ્યું..
આશાનો ફઇ નો છોકરો અજય આજે અમેરિકા થી આવવાનો હતો.તેં એમ.બી.એ કરીને નોકરી માટે અમેરિકા પાંચ વર્ષ પહેલા ગયો હતો. ત્યાં જતા જ એકાદ મહિના ની અંદર સારી એવી નોકરી પણ મળી ગઈ હતી..
અજય નાં કુટુંબ મા કોઈ જ નહોતું, તેં બાળપણ થી જ તેનાં ફઈ ને ત્યાં રહીને મોટો થયો હતો..સ્વભાવે રમુજી,દેખાવે ઘઉંવર્ણો,આંખો થી તૌ બહુ જ સુંદર દેખાતો...
પાંચ વર્ષ થી રોજ એ ટપાલથી જણાવતો કે,આજે આવવાનો છે; આજે આવવાનો છે...પણ અત્યાર સુધી તેની "આજ" થઈ નહોતી. પાંચ દિવસ પહેલા આવેલી ટપાલ પરથી આશા એ અજય આજે આવવાનો છે, તેમ બધાને કહ્યુ,.
દાદાજી ને કોણ જાણે આજે ઉત્સાહ કેમ નહોતો! સવાર થી જ બસ આંખો બંધ કરીને આરામખુરશી મા બેઠા હતાં.
દાદાજી ને અજય બહુ ગમતો.નાનો હતો ત્યાર થી માંડી ને અત્યાર સુધી તેં દાદાજી નાં હાથે જમતો,
આજે કોણ જાણે કેમ દાદાજી સવાર થી જ ઉદાસીન બની ગયા હતાં.
દાદાજી ની એક રોજ ની આદત; તેઓ રોજ સાંજ-સવારે તેમની રૂમ અંદર કબાટ ને ખોલી ને રોજ પાંચ મિનીટ જુએ,અને પછી તાળું મારી ને બહાર આવે.બધાં ને આ કુતુહલ નવાઈ નું લાગતું,આશા રોજ પુછતી,પણ દાદાજી હસીને વાત જવા દેતા.
બધાં તૈયાર થઈ ગયા હતાં.સ્ટેશને અજય ને લેવા જવાનું હતુ....આશા દાદાજી ને બોલાવવા તેમનાં રૂમ તરફ ગયી.દાદાજી આરામખુરસી પરથી ઉઠી ને કબાટ ની અંદર રોજ ની જેમ જોઇ રહ્યાં હતાં..આશા એ ચુપકે થી જોયુ... તૌ આ શુ????
તેનાં મોં માંથી કારમી ચીસ નીકળી ગયી..
તેની આંખો માંથી અશ્રુ ની ધાર છૂટી પડી,જાણે કે તેની પગ નીચેથી જમીન સરકી ગયી હોય!!!!
"કબાટ મા અજય નો ફુલહાર ચડાવેલો ફોટો અને તેની સામે દાદાજી દીવો પ્રગટાવી ને રડી રહ્યાં હતાં".
આશા થી જોર થી રડી લેવાયું..દાદાજી ને વાસ્તવિકતા નો ખ્યાલ આવતાં આશા ને બાથ મા ભરી ને તેઓ પણ રડી ગયા,આટલા વર્ષ નાં દુઃખ ને રડી ને હળવું કર્યું..
કોણ જાણે! આજે આંસુ ઓની સાથે સાથે બે જીવો નાં હૃદય પણ કરુણ રુદન કરી રહ્યાં હતાં...
થોડી વાર પછી દાદાજી એ સ્વસ્થ થઇને હકીકત જણાવી........
અજય નોકરી મળ્યા નાં એક વર્ષ પછી તેં પાછો ફરી રહ્યો હતો,પાછા ફરતી વખતે રેલ્વે અકસ્માત મા તેને જીવ ગુમાવ્યો હતો..
પછી રોજ ની એ ટપાલ પોતે લખીને મુકી આવતાં તેં પણ જણાવ્યું!!પછી રોજ સવાર-સાંજ કબાટ ખોલી ને અજય સામે રડતા હતાં..સમગ્ર વાતો જણાવી એક નિસાસો નાખ્યો!!
આશા નાં ગાલ પર આંસુ ઓ પાણી ની જેમ વહી રહ્યાં હતાં...
થોડી પળો માટે બન્ને હૈયા મૌન રહ્યાં.....
કમલેશ પુરોહિત "જસ્મીન"