રવિ હજી ઉગ્યો હતો, રવિ તું આમ ! અચાનક આથમી ગયો.
હજુ તો માંડ મિત્ર ના મંડાણ થયા હતા. અને અમને માયામાં મુકી ગયો.
તારો પ્રકાશ દિલમાં પથરાય એ પહેલાં તું અમને અંધકારમાં મુકી ગયો.
શબ્દોની ની શરૂઆત હતી, અને તું અમને આમ મૂંગા મોઢે મુકી ગયો.
કેવા હસતાં મુખે ફરતાં આજ આંખે અશ્રું આપી ગયો.
નથી હવે શબ્દ તારી યાદમાં ,નિઃશબ્દ કરી નયનની યાદમા વસી ગયો.
મારા ગઈ કાલના બધા ગુલાબ તું એકલો લઇ ગયો.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ.