ફિલ્મ રિવ્યૂ ૧૦૦* શબ્દોમાં
ફિલ્મ - ચાલ, જીવી લઈએ !
ખુબ કમાઈને ખુબ કામ કરીને શું ફાયદો, જો તમારા પોતાનાજ તમારી સાથે ખુશ ન રહી શકતા હોય, તમારી જોડે કામ વગરની કે ફાયદા વગરની વાતો ન કરી શકે અને તમે પોતાના માટે અંગત સમય ન ફાળવી શકો એવી ગમતી વસ્તુઓ માટે જે કરવાથી તમને ખરેખર ખુશી મળતી હોય.
જો આમાંથી કશુંજ ન કરી શકો તો તમારા પૈસા કાંતો લોકોને બતાવીને ખોટા ખુશ થઈને પોતાને છેતરવા માટે છે અથવા ૫ સ્ટાર હોસ્પિટલોની સારવાર લેવા માટે.
ચાલ જીવી લઈએ, વિપુલ મેહતાએ લખેલી અને ડાયરેક્ટ કરેલી એક સારી વાર્તા, ઉત્તરાખંડ જેવી સારી જગ્યાએ શૂટ થયેલી અને સિદ્ધાર્થ રાંદરિયાના ઉત્તમ એકટિંગ માટે અચૂક જોવાય તેવી ફિલ્મ.
2 કલાક ૧૭ મિનિટમાં ૧૦ મિનિટ ક્યાંક એકના એક શબ્દો સાંભળવાથી અને સ્પોર્ટીંગ એક્ટરના કેરેક્ટરને ખુબ નબળો બતાવ્યો છે, જેના વારંવાર રડ્યા કરવાથી થોડો કંટાળો આવી જાય, પણ બાકીની 2 કલાક અને ૭ મિનિટમાં ટિકિટના પૈસા વસુલ.
મારા તરફથી ૩ વર્ષની લાઈફ-લાઈન પેલા બ્રેન ટ્યુમર વાળા ભાઈ માટે. અને ઉપરના ૧૦૧ દિવસ પ્રોડ્યૂસર માટે.
#filmreviewin100words #filmreviewofchaljivilaie #siddharthrandariya #yashsoni #aarohipatel #vipulmehta #sachinjigar