જીંદગી એ એક ઘડિયાળની જેમ છે જેમ ઘડીયાળ ચાલે છે તેમ સમય તેની રીતે ચાલતો હોયછે પણ આ જીવનરુપી આપણી ઘડીયાળ કયારે બંધ થઈ જાય તે કોઇ નથી જાણતું ને આ આપણી કાયામાં બેઠેલો જીવરુપી હંસલો પણ કયારે ઉડીને ચાલ્યો જશે એ તો આપણો આવનારો સમય જ કહેશે માટે છોડો આ બધી મોહ માયા કે આ મારુ, ને તે મારુ! આ કાયામાં બેઠેલો હંસલો આપણને કંઇ જ નહી લેવા દે બસ તે પણ આપણા શરીરને છોડીને એક દિ ચાલ્યો જશે..
જેમ પરિવાર વિનાનું એક સુનું માટીનું ખંડેર...તેમ કાયા પણ નિર્જીવ આપણી આમ જ અહિં રહી જશે.