નજર ટુંકી નજર લાંબી મળજે છેક સુધી,
ઘટના જુની ઘટના હાલ ની ભૂલુ ના ભવ સુધી,
પ્રતીષ્ઠીત પર્વ હવે તારી વાતો નુ લખુ પત્ર સુધી,
તુ વાંચી ને શોધજે એક એક શબ્દે શાહી સુધી,
લખી છે કાળી કેશ કટારી નૈણ ની લટ સુધી,
તુ વાંચજે ડિલ મા અતરંગ ના જાગે ત્યા સુધી,
પાલવ પછેડી ઓઢાડી તોય સરકી ગઈ કમર સુધી,
મુખપૃષ્ઠ પર શુ કામણ ભર્યુ ના રહી ચાંદ લલાટ સુધી,
લખુ હુ તારી એ તીરછી નયનો ની નશીલી અદા સુધી,
તુ વાંચજે મન મોહીત થઈ જાય અદ્રશ્ય ઘટના સુધી,
લખી 'વિજ' વાદળ ના ગરજવા જેવી અઢંગ વાત સુધી,
તુ વાંચજે વરસતા મેઘ મા પલડે કાગળ ભીંજાય યાદો સુધી,,,!!
#Rajanish_Chavda
#Jkd_Jivapar
#Good_Evenings