તું તારી પ્રેમ ની લાગણી તો જતાવ
જા તને તારો પ્રેમ ઈનામ માં,........
તુ એને એક વાર એકરાર તો કર પ્રેમ નો
જા તને મળતો 'હા'જવાબ ઇનામ માં.....
તુ દિલ ની વાત એને બોલી તો જો
તેના સાથે વીતાવવા માટે મળતી જા,
એક એક પળ તને ઈનામ માં.........
તુ એની કમીઓ સાથે તેને અપનાવી
જા તને તેનો પ્રેમ તને ઈનામ માં........
તુ એની સાથે જીવન તો જીવ
જા તને એના એક એક ધબકાર
પર તારું નામ તને ઈનામ માં.........
તુ એક વાર એને માણી લે મારા યાર
જા તને તારી પ્રિયતમા ઇનામ માં.......
તુ એક એક રંગ એની સાથે તારી દુનિયામાં ભર
જા એની સાથે આપેલા વચનો ની હકીકત તને ઇનામ માં.......
તુ એની સાથે ના સંબંધ ને કોઈ નામ તો આપ
જા તને એની પાછળ જોડવા માં આવતું નામ તને
ઈનામ માં........
તુ એની જોડે પ્રેમ ના બંધન ને મજબુત તો કર
જા તને એનું અસ્તિત્વ ઈનામ માં.......
તું એના માં આખો સમાઈ તો જા
તને મળતું એક હેતભરી એક ચુમી ઈનામ માં......
તુ એની અંદર ઉતર તો ખરા
જા તને એનું શરીર ઈનામ માં.....,.
શૈમી ઓઝા....