... જોને સખી,
અંધારું ગયું ને ઉજાશ થયો છે,
ચાલ ને, સવાર જોવાને જઈએ...
સૂરજ ઊગ્યો ને મંદિરિયે ઘંટારવ થયો,
ચાલ ને, સવાર જોવાને જઈએ...
ઝાકળ તો ઝળક્યા ને ફૂલો પણ મલક્યા,
વાયુ શીતળ લહેરે ને ઝરણું ગાતું વહે,
ચાલ ને, સવાર જોવાને જઈએ રે...
આ નીલ ગગનમાં જોને પંખીડા ઊડે છે,
ને વળી પતંગિયા જોને કેવા ખીલખીલે,
ચાલ ને, સવાર જોવાને જઈએ રે...
કોયલ, મોર, બપૈયા જોને કેવા બોલે છે,
આ વન ઉપવન પણ જોને કેવું ડોલે છે,
ચાલ ને, સવાર જોવાને જઈએ રે...
હળ ગાડું લઈને ખેડૂત ચાલ્યો ખેતરે,
ચાડિયો ઊભો પંખીડા ઉડાડે છે,
ચાલ ને, સવાર જોવાને જઈએ રે...
આ ડુંગર પણ ઝળકે આઘા ને ઓરા,
પનિહારીનાં હેલે પાણીડાં જોને છલકે છે,
ચાલ હવે તો સવાર જોવાને જઈએ રે...