નિશા
ક્ષિતિજ પર સુર્યાસ્ત થતાં જ
પગરવ સંભળાય નિશા તણાં ...
અવિરત હાંફતી દુનિયા ત્યારે
થંભી જાય બે ઘડી જોવા શમણાં !
પ્રકાશમાન અવની ઉપર ત્યારે
છવાઈ થાય અંધકાર વેગે બમણાં !
દિવસે ગાયબ તારા સપ્તક ત્યારે
શોભાયમાન બને આકાશે રમણા !
અવિરત નિનાદ થી ગૂંજતી ધરા ત્યારે
ગરકાવ થઈ જાય નિરવ શાંતિ શરણા !
ઉષા -નિશા ની આવનજાવન થકી જ્યારે
પરિવર્તનશીલ બને જીવન સઘળાં !
ડો.સેજલ દેસાઈ
સુરત ?