"હવે તું ભણીને શું કરવાનો..? છાનો માનો બહાર છોડની ક્યારી સરખી કર..!" મોંમાં મસાલો ભરેલા માસ્તર જયરાજભાઈ વર્ગમાંના છોકરાને બોલ્યા. તેમનો મોબાઇલ રણકતા ઉઠાવ્યો, "હા બોલ વિજુ, શું આવ્યું તારુ ટેંથનું રિઝલ્ટ..? શું..? ફરી ત્રણ વિષયમાં ફેઇલ...?" તેમના શબ્દોનો પડઘો ગૂંજી રહ્યો..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)