ખેવના
જગતને જીતવાની નથી મને ખેવના, પ્રભુ !
મારા મનને જીતી શકું એટલું સામર્થ્ય આપજો !
મહાન બનવાની નથી મને ખેવના, પ્રભુ !
મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવું એટલું સામર્થ્ય આપજો!
વિરાટ વ્યક્તિત્વની નથી મને ખેવના, પ્રભુ !
અન્યનું દુઃખ સમજી શકું એટલું સામર્થ્ય આપજો !
આકાશને આંબવાની નથી મને ખેવના, પ્રભુ !
મનનું આકાશ વિશાળ બને એટલું સામર્થ્ય આપજો !
સાત સમંદર ખેડવાની નથી મને ખેવના, પ્રભુ !
હ્રદયમાં સંવેદનાનો દરિયો ઉમટે એટલું સામર્થ્ય આપજો !
ડો.સેજલ દેસાઈ
સુરત ?