"બસ તમારી માના ખોળામાં સૂઇ જાવ એટલે બધું ભૂલી જાઓ..!"કટાક્ષમાં શહેરી મૉડર્ન વહુ શ્વાતી બોલી.
"તારા ઘરે તું મમ્મી સાથે રહી છો, એક વાર આ માના ખોળામાં માથું રાખી જો..!"ગ્રામીણ પતિ સુમોહન સસ્મિત બોલ્યો.
ગંગામાના ખોળામાં માથું રાખતા આજે પહેલી વાર અકથ્ય આનંદ સાથે સૂતા શ્વાતીને મમ્મી અને મા વચ્ચેનો ભેદ અનુભવાયો..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)