પ્રેમમાં કેટલી તાકાત હોયછે તે તમે જાણો છો..!
નહી! ચાલો હું જ તમને કહી દઉ.
આફ્રિકાના કોઇ એક દેશમાં એક પાગલખાનામાં એક પાગલ હતો તેને એક સારો માણસ બનાવવાનું બીડું એક એક આફ્રીકન છોકરીએ લીધું
પછી તે પાગલને એટલો પ્રેમ(લાગણી દયા) આપ્યો કે તેનામાં પહેલા કરતા પણ ઘણો જ સુધારો આવવા લાગ્યો...
પેલી છોકરી રોજ તેને ફરવા લઈ જાય, રોજ તેની સાથે રમતો રમે, સાથે બેસીને જમાડે, ધીરે ધીરે લખતા વાંચતા શીખવાડ્યું, પછી તેના કપડાંમાં પણ બદલાવ કર્યો, કેવી રીતે કોની સાથે વાત કરવી તે બધું પછી શીખવાડ્યું આમ અમુક મહિનાઓ પછી પેલા પાગલમાં ઘણો ફરક આવવા લાગ્યો અને પછી તે એક સારો માણસ પણ થઇ ગયો ત્યારબાદ તે બંન્ને એક ગાઢ દોસ્ત પણ બની ગયા.. પછી તેમને લગ્ન કર્યા કે નહી તે મને જાણ નથી પણ એક પ્રેમ જ એવી ચીજ છે કે તે એક અઘરી કે એક અશક્ય વસ્તુને શકય ને નરમ બનાવી શકે છે.