પ્રેમ શું ચીજ છે તે મને ખબર ન્હોતી પણ મારું મન એ તરફ ખેંચાતું હતું જયાં મારો પ્રેમ ઉભો હતો વારંવાર તેની સામે જોવાઇ જતું હતું તેની એક નજર મારી ઉપર પડતી હતી ને મારી નજર વારંવાર તેની ઉપર પડતી હતી ના જાણે હું તેના પ્રેમમાં પાગલ હતો કે તે મારા પ્રેમમાં પાગલ હતી તે મને સમજાતું ના હતું પણ મારું મન કહેતું હતું કે એ છોકરી સારી છે ને મને ખુબ ગમે છે પેલા બસસ્ટેન્ડના એક ખુણા ઉપર આમજ નજરો મળતી હતી ત્યાં જ અચાનક તેની બસ આવી જતી બસ પછી તે તેમાં બેસીને ચાલી જતી હતી આમ રોજે રોજ અમારું ખાસ તો મારું ચક્કર ચાલતું હતું એક દિવસ મને તેને આઇ લવ યું કહેવાનું મન થયું ઘણા દિવસથી આમ કહેવાની ઇચ્છા રાખતો હતો તો મને આજે વિચાર આવ્યો કે જે થવાનું છે તે થશે આર કે પાર પણ મારા દિલમાં ઘણા સમયથી ગુંચવાતા શબ્દોને આજે બહાર કાઢીને તેને આઇ લવ યું કહી જ દઉ એટલે થોડીક મારી ચિંતા ઓછી થાય હું તેને નજીક ગયો અમે સામસામે દરરોજ જેમ નજરો નાખતા હતા પછી મને થયું કે આટલી પબ્લીકમાં આઇ લવ યું કહેવું યોગ્ય નથી કદાચ તે ના સાંભળે તો મારું બોલેલું નકામું જાય તરત મને એક વિચાર આવ્યો કે ચાલને નાની ચિઠ્ઠીમાં જ આઇ લવ યુ લખીને આપી દઉ બસ મારી પાસેનો નોટબુકનો એક કાગળ ફાડ્યો ને તેમ પેલું...તેને જોતાં લખી નાખ્યું પણ હવે આ ચિઠ્ઠી તેને આપું કેવી રીતે! એ પણ એક ચિંતા હતી પણ મારી બધી હિંમત ભેગી કરીને તે જયાં ઉભી હતી તે જગ્યાએ જઇને મે તેને દેખતા જ તેના પગ આગળ નાખી દીધી ને હું દુર જઇને જોવા લાગ્યો કે કયારે તે મારી નાખેલી ચિઠ્ઠી ઉપાડે છે! પણ આ શું તેને તો પોતાના પગથી પેલી ચિઠ્ઠી ને લાત મારીને દુર ફેકી દીધી આ જોઇને મને બહું જ ગુસ્સો આવ્યો કે હું હવે તેનું શું કરું! શું મારા પ્રેમની આટલી જ કિંમત! ત્યાં એક નાની રખડતી ગાય સામેથી આવી ને નીચે પેલી નાખેલી ચિઠ્ઠી જોઇને તેને તેના મોઢાંમાં નાખી દીધી બસ આ જોઇને મારા મોં મોંથી બોલાઇ ગયું તારુ સત્યાનાશ જાય..અરે પણ મેં પેલી છોકરીને નહોતું કહ્યુ પણ પેલી ગાયને કહ્યુ હતુ..આ ચિઠઠી ખાતી ગાયને જોઇને મારો પ્રેમ મનમાં ને મનમાં હસવા લાગ્યો ને ફરી પાછી પેલી નાલાયક બસ આવી ને મારા પ્રેમને લઇને તે ચાલી ગઇ તેના ગામ ભણી..
બસ ત્યારથી જ મને પ્રેમ ઉપર સખ્ત નફરત થઈ ગઈ...
પણ જો જો તમે તમારા પ્રેમ ઉપર નફરત ના કરતા..બધા જ પ્રેમ મારા જેવા નથી હોતા...