"તને કહ્યું ને કે આખી કહેવત બોલ..!" શિક્ષક આત્મરામે ગુસ્સે થઈ હુકમ કર્યો.
"મા તે મા, બીજા..." જૈમિનની આંખ વરસી રહી.
'સટાક' અવાજ સાથે એક સોટી વાગી.
"જા હવે, બહાર જઇ પરબે મોં ધોઇ આવ..!"શિક્ષકના હુકમને અનુસરતો જૈમિન રડતો રડતો બહાર ગયો.
"ઇ તો સાહેબ કાલે એની મા મરી ગઈ એટલે ઇ કાંઈ બોલી શક્યો નૈ..!"પાછળથી વિક્રમે બોલેલા આ શબ્દે આત્મરામની આંખ ભીંજવી. જૈમિન વર્ગમાં આવતા તે તેને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)