મહેંદી
ખુશ્બુ જેની અનન્ય એવી આ મહેંદી
મહેકાવે જીવનમાં નવી તાજગી એના થકી ..
પોતે સુકાય ને બીજાને ભિંજવે એવી આ મહેંદી
પ્રસરાવે જીવનમાં નવા રંગ એના થકી..
સ્ત્રીના કોમળ હાથનો શણગાર બને આ મહેંદી
લાવે જીવનમાં નવી ઉષ્મા એના થકી....
નિત્ય નવીન રુપમાં ઢળે આ મહેંદી
લાવે એકઢાળ જીવનમાં ઉમંગ એના થકી....
ડો.સેજલ દેસાઈ
સુરત ?