"પણ બાપુ, મને બવ બીક લાગે સ...કંઈ નૈ થાય ને..?"
"અરે ફિકર કર મા... હંધુય હારાવાના થૈ જાહે..!" બોલતા બાપુએ દીકરીને ઓપરેશન થીયેટરમાં મોકલી, પાછળ જતા ડૉકટરને ઈશારો કરતા ગયા..."આ કપાતરનું ઢીમ ઢાળી દેજો..!" આગલી રાત્રે ડોકટરને પૈસા આપતા બાપુએ બોલેલા શબ્દોથી હજુ સુધી હોસ્પિટલની દીવાલો કંપી રહી..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)