#ગોરસ આમલી :જંગલ જલેબી, (વિલાયતી આંબલી)
#શાસ્ત્રીય નામ ઙશવિંયભયહહજ્ઞબશીળમીહફ છે. દક્ષિણ અમેરિકા અને ફિલિપાઈન્સનું વૃક્ષ છે. મધ્યમ કદનું વૃક્ષ સદાપર્ણી હોય છે. પાંદડાં સંયુક્ત હોય છે. ફૂલો ગુચ્છામાં હોય છે. ફળ ગોળ જલેબી જેવાં હોય છે. અંદરના કાળા ઠળિયા ઉપર નરમ ગર હોય છે. લોકો તે ગર સ્વાદથી આરોગે છે.
#ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે
#સસ્તામાં અને વિશેષ ચરોતરના ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે
#એનુ ઔષધીય મહત્વ અનેરું છે.
#મેક્સિકોમાં ગોરસઆંબલી દાંત ના દુખાવો માં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાં ને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાં ના ચાંદા ને તથા દાંત માંથી આવતાં લોહી ને પણ મટાડે છે .
#ઉનાળાની સિઝન માં ખાન – પાન ને લીધે વારંવાર ઝાડા કે મરડો (આંકડી ઝાડા) ની તાસીર વાળા ને સિઝન માં રોજ સવારે 100 ગ્રામ ગોરસઆંબલી નુ સેવન કરવુ જોઈએ.
#ફોટો માહિતી સંકલન નેટ પરથી...