* જય ચેહર મા * 28-1-2019
લેખ....
ચેહર મા ભૂલ ચૂક થાય તો માફ કરજો મારે હૈયે વધાર જો હામ. કળિયુગમાં હાજરા હજુર પરચા પુરતી ચેહર મા. ગોર ના કુવાવાળી ચેહર મા થી જગ જાહેર થયા. કેટલા પરચા પૂયાઁ જેનો કોઈ પાર નથી. વસંત પંચમી એટલે ચેહર મા નો પ્રાગટ્ય દિવસ અને એટલે જ ગોર ના કુવે માઈ ભકત રમશે ભાઈ એ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવે છે અને હજારો ની મેદની મા ભક્તો અહીં હોંશ હોંશે પ્રસાદ લે છે અને પોતાને ધન્ય અનુભવે છે. માઈ ભકત રમેશ ભાઈ અને ચેહર પરિવાર ( ભટ્ટ પરિવાર) નો હરખ અને ભકિત જોઈ ચેહર મા પ્રસન્ન થાય છે. સાચા દિલથી પોકાર પાડો તો ચેહર મા હાજર થાય છે. ચેહર મા ભાવના ના ભૂખ્યા છે. ચેહર મા ના શરણમા જે આવ્યા એની આધી વ્યાધી અને ઉપાદી પલમા દૂર થઈ ગઈ. માણસ નો અવતાર મળ્યો છે અને આવા જાગતી જ્યોત ચેહર મા મળ્યા છે તો એનુ જતન કરી ભવપાર ઊતરીયે....
" ચેહર કરે મહેર તો થાયે લીલા લહેર "
જય ચેહર મા.........
ભાવના ભટ્ટ અમદાવા ( મણિનગર) ........