'મોબાઈલમાં એક પછી એક દરેક ગ્રુપમાં "હેપ્પી રિપબ્લિક ડે" વીશ કરી દીધુ....હજુ કોઈ બાકી નથી રહ્યું ને....આજે બધાથી પહેલા દેશપ્રેમ પૂરો વ્યક્ત થયાનો હાશકારો થયો...! સાચે જ હું કેટલો દેશભક્ત છું.' આ વિચાર કરતા પ્રો.યશપાલ નહાવા ગયા, ટેબલ પરની ૨૦૦૦ની નોટ પરના ગાંધીજીના ફોટાથી એક આહ સંભળાઈ..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)