કુંવર રાવ ખેંગારજીની એક સત્ય કથા...
ભુજની એક સુથાર બહેને કચ્છના મોરબી તાલુકામાં દહીંસરા ગામમાં પરણાવમાં આવી હતી તે વખતે કચ્છના રાજકુટુંબના એક કુંવર અંદર અંદરની રાજય ખટપટને કારણે ભુજ છોડીને નાસી ગયા.દહીસરા આવીને ત્યાંના તળાવની પાળ પર તે સુતા હતા.તે વખતે એક સંન્યાસીએ તેના પગમાં રાજ્ય ચિહ્નો જોયા તેથી તેમણે તેને જગાડયો અને કહ્યું "ભવિષ્યમાં તમે રાજવી થશો"
આ દહીંસરા ગામમાં જો તને દહી,જારની રાબ અને ઘોડો મળે તો મારુ વચન સાચું માનજો એમ કહીને તે ત્યાથી ચાલતા થયા.
રાજકુંવર આ ભવિષ્ય વાણી સાંભળી વિચારમાં પડી ગયા.તે જ વખતે ભુજની સુથાર બહેન પાણી ભરવા આવી તે બહેન આ કચ્છના કુંવરને તરત જ ઓળખી ગઈ અને તેને પુછયુ:કુંવર સાહેબ !તમે અહીં ?
એકલા અટુલા!!"
કુંવર તે બેહને પુછયુ બહેન તમે કોણ છો
તે બહેેને કહ્યું ભુજમાં મારુ પિયર છે અને અહીં મારુ સાસરુ છે"
કુંવરને આ સાંભળી વિશ્વાસ આવ્યો તેણે તેની બધી હકીકત કહી તે સાંભળી તે બહેને કહ્યું કુવર સાહેબ અંહીનો બેસી રહેવાય તમે મારા ઘરે ચાલો.કુંવરને તે બહેન પોતાના ઘેર લઈ ગઈ.ઘેર આવ્યા તે પછી તે બહેને કુંવરને દહી અને જારના રાબ જમવા માટે આપ્યા કુંવર આ જોય આશ્રય પામ્યો.
તેને સંન્યાસીની વાત ફળતી હોય તેમ લાગ્યું
તે જમી રહ્યો એટલે તે બહેને કહ્યું કચ્છ રાજ્યના વાર મારી પાછળ પડયા છે હું ભાગ્યો છુ એટલે મને તેવો શોધી પકડવા ફરે છે.
તે સાંભળી બહેને કહ્યું કુંવર સાહેબ મુંજાશો
નહી.આ અમારો રોઝો ઘોડો લ્યો અને અહીં થી જયા જવું હોય ત્યાં જલદી સાબદા થઈ જાઓ.એમ કહી ઘોડો આપ્યો .કુવરંને હવે વિશ્વાસ આવી ગયો કે કચ્છનું રાજ્ય હવે હાથ વેંતમા છે.
તે કુંવર ત્યાથી અમદાવાદ ગયો,ત્યાંના પેશ્વવા સુબાની મદદ લઈ તેમણે કચ્છ ઉપર ચડાઈ કરી.કચ્છનુ રાજ્ય મળ્યું .તે કુંવર રાવ ખેંગારજી પહેલા.
ખેંગારજી ગાદી પર આવ્યા અને થોડા સમય પછી તેને દહીંસરાની બહેન યાદ આવી ખેગારજી દહીસરા ગયા.ત્યા તેને ખબર પડી કે મને જેમણે દહી અને જારના રાબ જમવા માટે આપ્યા તે બહેન અત્યારે ખુબ દુ:ખી છે.ખેંગારજી ત્યાં ગયા તેને જોતા જ,તે બહેન રડવા લાગી તે જ વખતે ખેંગારજી એ કહ્યું તું તો મારી ધરમની બહેને છો તારી મદદથી મને કચ્છનું રાજ્ય મળ્યું છે તમે બધા પરિવાર સાથે ભુજમાં આવી જાવ....
તે કુંવર રાવ ખેંગારજી.....!!!!!!!!
લી.કલ્પેશ દિયોરા✅
ભગવાન સ્વામીનારાયણ (ભાગ-૨)