નત મસ્તક ઉભા હતા એક દિન તૂજ દ્વાર
વીતી ગયા વાણા આજે એ વાતને યાર,
તૂજ સંગાથે હતી જીન્દગી શામે બહાર
સંગ છે આજે જીન્દગીની ભાગદૌડ યાર,
ગુંજી ઉઠતા તૂજ સ્વરોથી મહેફિલે જામ
અધુરપ લાગે જાણે આ શોર બકોરના સાદ,
ખાલી પડ્યો છે એ બાકડો જ્યા મળ્યા હાથોમા હાથ
સુની પડી છે એ સડકો જ્યા ચાલ્યાતા તુજ સંગાથ,
ઉજ્જડી ગયો મધમધતો નિજ જીન્દગીનો બાગ
છોડીના તે જીદ્દ ને ડૂબ્યા સઘળા સપ્તરંગી ખ્વાબ,
ખિલેલી ખૂશનૂમા વસંત જોતા ફરી આવી તૂજની યાદ
મળ્યો ના તારો સાથ આજ જીન્દગી છે સન્નાટા ભરી "સાંજ".
- નિમુ ચૌહાણ..સાંજ