હજુ હમણાં જ ચાલતા શીખેલો રોહન અચાનક ગબડી પડતાં મોંથી સ્વાભાવિક "જોજે બેટા..." શબ્દ સરી પડ્યો...બીજી જ પળે બાપુજીના શબ્દો "જ્યારે પોતાનું બાળક પડી જાય ત્યારે ઘા તેના બાપના કાળજે વાગે..!" યાદ આવ્યાં, આ સાથે મારા શબ્દો "શું તમે આમ વેવલાવેડા કરો...." સ્મરી આવતાં આંખથી આંસુ વહાવી ગયા... તેનું પ્રતિબિંબ બાપુજીના હાર ચઢાવેલા ફોટામાં દેખાયું.!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શનલ સ્ટોરીઝમાંથી...)