"તને ના કહી છે ને ઘર બહાર જવાની....તો શું દાટયું હતું કે ગઇ...?" ગુસ્સાથી લાલપીળા થયેલા કલેકટરશ્રી ફરી આવતીકાલ ૨૬ જાન્યુઆરીના કાર્યક્રમની સ્પીચ તરફ વળ્યા,"...અને આ રીતે આપણો દેશ લોકતંત્ર રાષ્ટ્ર બન્યો..!" રસોડામાં મારથી રાતચોળ ગાલ પર આંસુની ધાર વહાવતી તેમની પત્ની કામે વળગી...બહારથી ગીત સંભળાયું,"જહાઁ ડાલ ડાલ પર સોનેકી ચીડિયા....!"
(ડૉ.સાગર અજમેરીની માઇક્રોફિક્શનલ સ્ટોરીઝમાંથી)