સંગમ
મળે જો એક મેક ના વિચારો,
તો રચાય મધમીઠી મિત્રતા નો સંગમ !
ખીલે જો ઉર મહીં પુષ્પ પ્રેમ નું,
તો રચાય લાલિત્યસભર લાગણીઓનો સંગમ !
વહે જો સમીર સ્નેહભરી સરવાણીનો ,
તો રચાય સૂરીલા સંબંધો નો સંગમ !
છલકે જો અમીરસ આંખોમાંથી,
તો રચાય અમૃત સમાન જીવન નો સંગમ !
ડૉ.સેજલ દેસાઈ
સુરત ?