જન્મોજન્મ પ્રિતના તાતણે બંધાઈ હતી
લઈ હાથમા મોરપીછ રાધાએ રીસાઈ હતી,
શ્યામ સખા સંગમા જગ તણી રીત ભુલાઈ હતી
બની પ્રેમ જોગણએ વિરહે ભટકી હતી,
ક્યારેય ના માગ્યુ પુષ્પ પારીજાત એને
કાન્હાની એક ઝલકમા સંપૂર્ણ રંગાઈ હતી,
વાસળીના સૂર સંભળાતા કાન્હાને શોધતી હતી
પવિત્રપ્રેમની એ બારાખડી જગને ક્યા સમજાઈ હતી,
થયુ જ ક્યા મરણ લગ મિલન રાધાશ્યામનુ
છતા કૃષ્ણ પહેલા અલગારી રાધા પુજાઈ હતી.
- નિમુ ચૌહાણ..સાંજ