કલમ
નાનકડી કલમ મને પૂછે,
બોલો મારી શી વિસાત ?
જવાબ આપ્યો મેં એને કે ...
તું તો છે નાનીશી પણ
ધરાવે જબરી તાકાત...
શબ્દોની સાથે કરી રમત,
તું બતાવે મારા મનની વાત...
તારામાં પાંખો વિના પણ
ઊંચે ઉડવાની છે તાકાત ....
કલ્પનાઓના જહાજ પર સવાર,
તું પહોંચી જાય સાત સમંદર પાર ..
તારામાં તો ચરણ વિના પણ
દૂર સુધી ચાલવાની છે તાકાત....
ભાવનાઓને સંગાથમાં રાખીને,
તું નીકળી જાય સૌના દિલ ની આરપાર...
ડો.સેજલ દેસાઈ
સુરત ?