#AJAnand
#કબુ ....
કબુ.....
ક.....
આવ મારી નજદીક આવ તું....
તું ડર નય આમ મુજથી....
જરીક શાંત રે....
એય મારા કબુ....
હું જાણું છું તુજ વ્યથા....
ઘડીક મનમાં સાંઈ નામ લે....
બધુંય સારું થઈ જશે....
તું બસ સબુરી રાખ....
સબુરી....
આમ ન તું ફડફડાટ કર....
આમ ન તું તડફડાટ મચાવ....
આમ તો તું વધુ ને વધુ....
ખુદનો જીવ જ મુશ્કેલીમાં મૂકે....
જીવનદોર તારી....
આ એક દોર ના હાથમાં જ છે....
જે વધુ જટિલ બની રહી છે....
ગૂંચાઈ છે એ હદે આ દોર....
નથી રહ્યું બાકાત કશુંય....
મસ્તક, પાંખ ને પગ....
હું જાણું કે,
તારો જીવ અધ્ધર થઈ ગયો છે....
ને હારેય મારોય તે....
પણ વિશ્વાસ છે મુજને....
કે આ હાથે જ તને....
સર્વ દોરથી મુક્ત કરી....
ફરી તને નિલગગનમાં વિહરવા....
આ જ હાથે કરીશ મુક્ત....
અમ માનવીએે ખબર નય....
શેની પાહળ દોટ મૂકી છે....
કેવી હાર ને કેવી જીત....
ખુદનો જીવ ને તમ અબોલ જીવનો પણ જીવ....
પળેપળ ખોઈ રહ્યો છે....
અંત ઘડીએ કાંઈ સાથે નથી હોતું....
તોય અંત લગી બસ પામવાની ચાહ....
જે બસ વધતી જ જાય છે....
વધતી જ જાય છે....
એય કબુ....
અમ માનવીને તું માફ કરી દ્યેને....
અમ માફીપાત્ર તો નહીં જ....
પણ હજીયે ક્યાંક માનવતા જીવંત છે....
એ ખાતર તો તું કરી જ શકે ને....
કબુ જો....
જો કબુ....
બસ થઈ ગયો ને તું મુક્ત....
તું સુરક્ષિત છે હવે....
અજીબ જ સુકુન....
ને અસીમ સંતોષની લાગણી....
થઈ રહી છે મને મહેસુસ....
બનું આભારી તારી....
કે ખુદ ને ખુશનસીબ માનું....
કે મુજને મળ્યો મોકો આ....
જીવ બચાવ્યો તારોને....
લાગ્યું થઈ ગયું મુજ....
સંપૂર્ણ જીવન જ ધન્ય....
ઉડી જા....
તું ઉડી જા....
એય કબુ માહ્રા....
#સાંઈસુમિરન ....