લહેર ઉઠ્યા વહેમના
છેદ ઉડ્યા સંબંધના,
પુષ્પે મંડરાયા ભમરા
હોશ ઉડ્યા પવનના,
ભળી સરીતા સાગરમા
સુનામી ઉઠી તરંગમા,
પહાડે પત્થરો ગગડ્યા
નભ આકાશ મિલનમા,
વિશ્વાસે પ્રીત પાંગરેતો
તૂટેના જગ કવેણમા,
હોય સંગાથે વ્હાલમના
સાથ ફળે હર ભવમા,
આખર શ્વાસ સાથ દે
વહેમ છળેના પ્રેમમા.
- નિમુ ચૌહાણ..સાંજ