મીરાં,
મીરાં હા હુ તને પ્રેમ કરું છું
શું તુ સમજે છે હુ કેમ કરું છું
પ્રશ્ર્ન નો ઉતર નથી છતાંય કરું છું
જેમ મીરાં ને મુર્તિ થી હતું તેમ કરું છું
હુ પણ વગર શબ્દે તને સ્પર્શ કરું છું
મારી આંખો થી તારી પુજા કરું છું
મારા શ્ર્વાસ થી તારું સ્મરણ કરું છું
મારા હાથ થી તને વ્યાખ્યાયિત કરું છું
નથી કરી શકતો હું વધુ કાંઈ
તને જોઈને માત્ર મન માં કૈદ કરું છું
અપારિભાષિત છે લાગણી પણ
મારી વાચા થી અર્પણ તને કરું છું
કાંઈક હું એમ પણ કરું છું
રહી તારા થી દુર તને સમીપ કરું છું
કલ્પના માં કરી તને સાકાર
સંગાથ નો સફર ભરુ છું
સ્વીકારી ના શકાયેલા પ્રેમ નો
સ્વપ્ન માં તારી હા સ્વીકાર છું
હું યાદ તને જ કરું છું
તુ નથી મારી છતાય સંબંધ જોડું છું
હા, હું તને જ પ્રેમ કરું છું
ના મળી શકવાની વેદના ના
ઝેર ના ઘુંટડા પણ પીવું છું
હમેંશ થતી વેદના નો એહસાસ
પણ હૈયે કરું છું
પણ હા,
છતાંય મીરાં
હું પ્રેમ તો તને જ કરું છું...
# જય_શ્રી_ક્રિષ્ના